દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એક પ્રાઈવેટ કંપનીના ગોડાઉનમાં થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી અને જેમાં રૂા. ૧,૨૧,૫૮૦ની રોકડની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં ખુદ ફરિયાદ નોંધાંવનાર અને પોતે કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતો હતો તેજ વ્યક્તિએ ચોરી કરી હોવાનું સામે આવતાં પોલીસે ફરીયાદીનેજ ઝડપી પાડી જેલ ભેગો કરી દીધાંનું જાણવા મળે છે. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ગત તા.૨૦-૦૩-૨૦૨૩ ના રોજ ઝાલોદ નગરમાં વિશ્વકર્મ મંદિર સામે આવેલ ઈલાસ્ટીક ઇન્ટેક્ષ રન ટ્રાન્સપોર્ટ પ્રા.લી કંપનીના ગોડાઉનમાં દિપક સરજુ દુબે જે જાતે આ કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરે છે તેમના દ્વારા ગોડાઉનમાં ૧,૨૬,૫૮૦ રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી તેના અનુસંધાને ઝાલોદ પોલિસ અધીક્ષક ડી.આર.પટેલ અને પી.એસ.આઇ રાઠવા દ્વારા ટીમ બનાવી કંપનીમાં કામ કરતા માણસો સાથે પૂછપરછ કરી તપાસ આદરી હતી. પી.એસ.આઇ રાઠવા દ્વારા તપાસ દરમ્યાન ગોડાઉનના શટરનું તાળું તેમજ ગોડાઉનના અંદર મુકેલ લોકરનું તાળું ચાવીથી ખોલવામાં આવેલ તેવું માલુમ પડેલ હતું. ત્યારબાદ દુકાનના નજીકના ભાગમાં મુકેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર ગોડાઉનની આગળ જાેવા મળેલ ન હતી જેથી પી.એસ.આઇ રાઠવાને ફરિયાદી પર શંકા જતા તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ આદરી હતી જેથી તપાસમાં પૂછપરછમાં ફરિયાદી દ્વારા આર.બી.એલ બેંકના ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહિત ૮૩,૦૦૦ અને એચ.ડી.એફ.સી બેંકના ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહિત ૯૦૦૦૦ તેમજ એચ.ડી.એફ.સી બેંકમાંથી પર્સનલ લોનના ૩૯,૦૦૦ ભરવાના હોઇ જેથી પોતે ગોડાઉનમાં આવેલ માલસામાની ડીલીવરીના વકરાના રૂપિયા ૧૨૧૫૮૦ના વકરાની ચોરી કરી ગયેલ તેમજ પકડાઈ જવાની બીકે કેમેરાનું ડીવીઆર તથા પાવર સપ્લાય કાઢી ગામડી રોડ પર પુલિયાથી થોડે આગળ ગટરમાં ફેંકી દીધેલ. પોલિસ દ્વારા ડીવીઆર જેની કિંમત ૫૦૦૦ તેમજ ચોરી કરેલ રકમ ૧,૨૧,૫૮૦ રોકડા પૂરેપૂરો માલ રિકવર કરેલ છે. ઝાલોદ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં પૂરેપૂરો મુદ્દામાલ જપ્ત કરી સફળતા મેળવેલ છે. તેમજ ફરિયાદી બનેલ આરોપી પર કાયદેસરની તપાસ આદરવામાં આવેલ છે.