વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.