દિયોદર ના વખા ગામે નરાધેમેં અબોલ પ્રાણી ને કુહાડી ના ઘા માર્યા.

દિયોદર ના વખા ગામે અજાણ્યા ઈસમ દ્વારા ગૌવંશ નંદીને કુહાડીના ઘા કર્યા નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.,ઘાયલ ગૌવંશ નંદી ને મનોરમા ગૌ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ છે.થોડા સમય પેલા દિયોદર ના વખા ગામે અબોલ પ્રાણી ની ઘટના બનતા જીવ દયા પ્રેમઓ માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે દિયોદર તાલુકાના વખા ગામે અબોલ ગૌવંશ નંદીને પગના ભાગે જીવલેણ કુહાડીના ઘા કર્યા નો નંદીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જેને લઈ દિયોદર પંથકના જીવ દયા પ્રેમી અને સ્થાનિક લોકોમાં આ વિડિયો ને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો જેમા વાઇરલ વિડિયોમા ગૌ વંશ નંદીના પગભાગે કુહાડા ના ઘા વડે ઈજા પહોંચાડી હતી. જેમા જીવ દયા પ્રેમીઓ દ્વારા ઘાયલ નંદી ને મનોરમા ગૌ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવી હતી .જેમાં ઘટનાની જાણ જીવ દયા પ્રેમીઓ દ્વારા પોલિસ કરવામા માં આવી હતી જેમાં આવા ઈશમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયાપ્રેમી અને સ્થાનિક લોકોએ માંગ કરી છે.. જેમા થોડા સમય અગાઉ પણ વખા ગામે એક આવી જ ઘટના સામે આવી હતી જેમાં તે સમયે એક ગૌવંશ ઉપર કોઈ અજાણ્યા ઈસમો ઈજા પોહચાડી હતી જેમાં ગૌમાતાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોતને ભેટી હતી.ત્યારે વખા ગામ ના જીવ દયા પ્રેમી પ્રદીપ ભાઈ શાહે દિયોદર પોલીસ ને આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં માટે માંગી કરી છે...