ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરાતાં સાંઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ચુંટણી પંચ દ્વારા ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જ્યારે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટી દ્વારા પણ 182 સીટ પર ઉમેદવારી ઉભા રાખવામાં આવી રહ્યા છે ત્યારે 50 થી ‌વધુ ઉમેદવારો જાહેર પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કૌન હશે તેને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા જનતા પસંદ કરશે ‌ તેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવામાં આવશે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જારી કરવામાં આવ્યો‌ હતો ‌સોશિયલ મિડિયાના માધ્યમોથી મુખ્યમંત્રી તરીકે કૌન પસંદગી કરો છો તેવી જાણકારી આપવા માટે ગુજરાતીની જનતાને જણાવાયું હતું ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીને જનતાએ પસંદ કર્યા છે અને ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે 73% લોકોએ પસંદગી કરાતાં આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનની ઉપસ્થિતિમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરાતાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ડીસા સાંઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે નાચગાન સાથે એકબીજાને‌ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને એક પત્રકાર તરીકે લોકોની અવાજ ઉઠાવતાં ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાતાં ડીસા આમ આદમી પાર્ટી મો ખુસી નો માહોલ જોવા મળ્યો

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા