ચિતલ ગામે ૧૨ વર્ષ પહેલા વિપ્ર યુવાન નિ હત્યાં કરનાર આરોપીને અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો

અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે ૧૨ વર્ષ પહેલા પ્રેમ લગ્નના મામલે વિપ્ર યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ચિત્તલ ગામે રહેતા રાજેશ ઉર્ફે ગટ્ટા પુરુષોત્તમ પંડ્યા નામના યુવાનની હત્યાની ભાણેજ ધર્મેન્દ્ર લાભશંકર મહેતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ચિત્તલના કાળુભાઈ સરવૈયા, હરપાલસિંહ અજિતસિંહ સરવૈયા, પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ સરવૈયા, મહાવીરસિંહ બબાભાઈ સરવૈયા, દેવકૂ ધીરુભાઈ ગઢવી, ઘનશ્યામ જયંતિ દેસાઈ, સત્યદીપસિંહ પદુભા સરવૈયા અને પપ્પુ અજીતસિંહ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી જેની ચાલવા પ્રાથમિક પૂછપરછમાં રિલીપસિંહ સરવૈયાની પુત્રી સાથે મૃતકના ભત્રીજા ધર્મેન્દ્ર લાભશંકર મહેતાએ પ્રેમ લગ્ન કર્યા હતા.

જેનો ખાર રાખી ગત તા.૨૭/૧૧/૧૧ના રોજ રાજેશ પરસોતમ પંડ્યા અને તેની પત્ની ભાનુબેન બંને અમરેલી જતા હતા ત્યારે તમામ શખ્સોએ કાર ઓવરટેક

કરી રાજેશ પંડ્યા સાથે ઝઘડો કરી બાદ પત્નીને ચિતલ મોકલી દીધી હતી અને તેના ભાણેજ ધર્મેન્દ્ર મહેતાને બોલાવેલો હતા. રાજેશ પરસોત્તમ પંડ્યા અને તેનો ભાણેજ ધર્મેન્દ્ર મહેતા કાર લઈને ચિતલ તરફ જતા હતા ત્યારે ઉપરોક્ત તમામ શખ્સોએ છરી તલવાર અને પાઇપ વડે રાજેશ પરસોતમ પંડ્યા પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

 તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. 

આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ પી.પી. તરીકે રાજકોટના દિપકભાઈ ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી હતી. અમરેલી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી કરવામા આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષ તરફ્થી કુલ ૨૭ સાહેદો અને ૫૫ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા

લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે વર્ષ ૨૦૧૬માં અદાલતે લગધીરસિંહ સરવૈયા, મહાવીર સરવૈયા, ઘનશ્યામ જયંતિ દેસાઈ, સત્યદીપ સરવૈયા, હરપાલસિંહ સરવૈયાને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો.

જ્યારે હરપાલસિંહ સરવૈયા અને દેવકું ગઢવી સહિત ત્રણ વચગાળાના જામીન બાદ નાસ્તા ફરતા હોવાથી તેઓનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. બાદ પૃથ્વીસિંહ સરવૈયાને અમરેલી પોલીસે પકડી પાડી જેલ હવાલે કરેલ હતા 

જેની સામેનો કેસમાં માત્ર આખરી દલીલ જ બાકી હોય જેમાં પૃથ્વીસિંહ સરવૈયાને અમરેલી કોર્ટએ આજીવન કેદની સજાનો હુકમ ફરમાવેલો છે.

જ્યારે હરપાલસિંહ સરવૈયા અને દેવકુ ગઢવી સામેનો કેસ ઝડપાયા બાદ તેની સામે કેસ ચલાવવો તેવું હુકમ ફરમાવેલો છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.