વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે રાત્રી દરમિયાન ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં વડાપ્રધાનના કાર્યક્રમમાંથી રાજકોટ પરત જતી ખાલી બસને નુકશાન થયુ હતુ.જ્યારે અકસ્માત બાદ બસ ડ્રાઇવર ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લા આસપાસમાંથી પસાર થતા હાઇવે પર બેફામ ગતીએ અને ગફલતભરી રીતે વાહન ચલાવવાથી અકસ્માત બનવાના બનાવો સામે આવતા હોય છે.જેમાં લોકોને ઇજાથી લઇ મૃત્યુ થવા સુધીના બનાવો બનતા હોય છે.ત્યારે આવોજ એક બનાવ રાજકોટ લીંબડી હાઇવે પર વડોદ ગામ નજીક બન્યો હતો.જેમાં વડા પ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી એસટી બસ રાજકોટ લીંબડી હાઇવે પરથઇ પસાર થઇ રહી હતી.રાત્રી દરમિયાન વડોદ ગામ પાસે પહોંચતા કોઇ કારણો સર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસ આગળની તરફથી ભારે નુકશાન થયુ હતુ.આ બસ વડા પ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી થઇ પરત ફરી રહી હોવાથી કોઇ જાનહાની થઇ નહતીં.જ્યારે અકસ્માત બાદ બસ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.