સુરેન્દ્રનગર શહેરનાં ૮૦ ફુટ રોડ ઉપર થોડા સમય પહેલા ખુલ્લી તલવાર અને હથિયારો લઈ આતંક મચાવનાર પાંચ પરપ્રાંતિય શખ્સોને જીલ્લા મેજીસ્ટે્ર્ટનાં હુકમ બાદ પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, શહેરમાં ભુંડ પકડવાનાં કોન્ટ્રાક્ટ બાબતે બે જૂથ વચ્ચે થયેલી માથાકુટમાં કેટલાક શખ્સોએ થોડા સમય પહેલા ૮૦ ફુટ રોડ ઉપર ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. શહેરભરમાં સનસનાટી ફેલાવનારી આ ઘટના અંગે સિટી પોલીસ બી ડીવીઝનમાં ગુનો નોંધાયો હતો.પોલીસે પાંચ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. તેના આધારે જીલ્લા મેજીસ્ટ્રેટે પાસા વોરન્ટ ઈસ્યુ કર્યા હતાં. જેથી હિરાસીંગ ઈશ્વરસીંગ ટાંક નામના સરદારજી શખ્સને પાસા હેઠળ સુરત સેન્ટર જેલમાં, બહાદુરસીંગ ઈશ્વરસીંગ ટાંકને અમદાવાદ જેલમાં, શેરસીંગ ઈશ્વરસીંગ ટાંકને વડોદરા સેન્ટ્રલ જેલમાં, અવતારસીંગ હીરાસીંગ ટાંકને ભુજની ખાસ જેલ પાલારામાં અને તીરથસિંગ રાજુસીંગ ટાંકને સુરતની સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનુ પોલીસ તંત્ર દ્વારા જણાવાયુ છે.