ધાનેરા તાલુકામાં છેલ્લા દશ. પંદર દિવસથી તાવ, શરદીના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે 

 તમામ સરકારી દવાખાના હોય કે પ્રાઇવેટ દવાખાનાઓ હોય તમામ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. - 

 ધાનેરા તાલુકામાં તમામ દવાખાનાઓમાં 1000 થી વધારે દર્દીઓની ઓપિડી નોંધાય છે. જ્યારે સરકારી હોસ્પીટલમાં પણ 300 થી વધારે દર્દીઓ આવે છે.

 ફાગણ મહિનામાં એકંદરે તાવ, શરદીનું પ્રમાણ રહેતું હોય છે પરંતુ આ વખતે આ પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. 

 હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોવાના કારણે બે ઋતુનો અહેસાસ થવાના કારણે તાવ, શરદી, ખાંસીની બીમારી વધવા લાગી છે.