દાહોદ તાલુકાના બોરખેડા ગામે મહિલા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી ચાર જેટલા ઈશમોએ મહિલાના પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતાં હિંમતભાઈ દેવજીભાઈ ભુરીયા, જવરીબેન હિંમતભાઈ ભુરીયા, વિષ્ણુભાઈ હિંમતભાઈ ભુરીયા અને રાજુભાઈ હિંમતભાઈ ભુરીયાનાઓએ પોતાના ગામમાં રહેતાં મનુબેન રમણભાઈ ભુરીયા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી મનુબેનને પુત્રને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારી માતા ડાકણ છે તારે અહીંથી નીકળવાનું નહીં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ચારેય જણાએ ભેગા મળી મનુબેનને પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખાવાની ધમકીઓ આપતાં આ સંબંધે મનુબેન રમણભાઈ ભુરીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Rahul Gandhi को मिली जमानत, मानहानि मामले में बेंगलुरु की एक अदालत ने दिया फैसला
Breaking News: Rahul Gandhi को मिली जमानत, मानहानि मामले में बेंगलुरु की एक अदालत ने दिया फैसला
Morbi Breaking | મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અનેક લોકો પુલ પરથી પટકાયા જુવો વિડિયો @Good Day Gujarat
Morbi Breaking | મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અનેક લોકો પુલ પરથી પટકાયા જુવો વિડિયો @Good Day Gujarat
સૂઇગામના નવાપુરામાં વીજળી પડતાં બે સગી બહેનોના મોત
સૂઇગામ તાલુકાના નવાપુરામાં મંગળવારે સાંજના સુમારે આકાશી વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા....
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના...