મોરબીમાં આવેલ ઝૂલતા પુલની તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી જેમાં ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતક આત્માઓ ને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી ફતેપુરા દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ૧૨૯ વિધાનસભા ફતેપુરાના આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ તેમજ બીજા અનેક આજુ બાજુ ના ગ્રામજનોએ કેન્ડલ માર્ચ યોજી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
ફતેપુરા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
![](https://i.ytimg.com/vi/WIO8mRViSFo/hqdefault.jpg)