તારાપુર ના રેંન્જ ફોરેસ્ટ ઓફિસર સતત ગેરહાજર રહેતા લોકોમા રોસ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
છેલ્લાં કેટલાય વર્ષોથી તારાપુર તથા આસપાસ ના વિસ્તારમાં હરિયાળી પીરસનાર તારાપુર તાલુકા મથકે આવેલ વન વિભાગની કચેરી પાછલા મેં મહિનાથી સુની સટ પડી છે અને ગ્રામ્ય લેવલથી કામ અર્થે આવતા ખેડૂતો બેબસ બની વિલા મોઢે પરત જાય છે ..વાત જાણે એમ છે કે અગાઉના વર્ષોમા આ વન વિભાગની ઓફિસ થકી ગ્રામ્ય લેવલ તથા શહેરી વિસ્તારમા ઘણી સારી એક્ટીવીટી થવા પાંમી છે પરંતુ જ્યારથી અહીં ભાવનગર વન વિભાગ ના નવા ફોરેસ્ટ ઓફિસર વી.કે .પંડ્યા એ મોરચો સંભાળ્યો છે ત્યારથી અહી સુકુભઠ્ઠ ઊડી રહ્યુ છે
મળતી માહિતી મુજબ પંડ્યા જી એ મેં મહિનામા પોતાનો તારાપુર ખાતેનો ચાર્જ સંભાળ્યો હતો અને ત્યાર બાદ પ્રથમ વાર તેઓ દિવાળીના પર્વોમા માત્ર કાળી ચૌદસ ના દિવસે અહીં આણંદ ખાતેની મીટીંગ મા ભાગ લઈ પલાયન થયા છે ત્યારબાદ આજદીન સુધી દેખાયા નથી આજરોજ તેઓની ઓફિસની મુલાકાત લેતા તેઓના કેબીન ને તાળુ માર્યુ હોવાનુ જણાયુ હતુ અને સાહેબ આવતાં જ નથી અને અહીંના કર્મચારીઓ સહિતના લોકોના ફોન પણ ઉઠાવતા નથી તેવી લોકમુખે ચર્ચાઓ એ જોર પકડ્યુ છે
સ્પષ્ટ રાજનીતીની બાંગ પોરકારતી સરકારના રાજમા એક સરકારી કર્મચારી છ...છ...મહિનાથી ફરજ પર હાજર ન રહેતા જાણે પંડ્યાજી પર કોની નિગાહે કરમ છે? તે હવે વિચારવાનો વિષય છે ...