બદનામ કરતા તત્વો સામે કાર્યવાહીની માગ: ડીસામાં ગોપાલ સેનાને બદનામ કરતા લોકો સામે કડક કાર્યવાહીની માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

ડીસામાં ગોપાલ સેવા સંગઠન 2009થી અનેક સેવાકીય અને સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ખાસ કરીને બ્લડ કેમ્પ, કોચિંગ ક્લાસ હોસ્પિટલમાં દર્દીઓને ટિફિન સેવા તેમજ ગરીબ બાળકોને દત્તક લઈ ભણાવવાની જવાબદારી ઉઠાવવા સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે તાજેતરમાં જ સામાજિક બનાવવામાં સમાજની દીકરીને ન્યાય માટે આ સંગઠનનું મદદરૂપ બન્યું હતું, પરંતુ કેટલાક લોકોએ આ પીડિત દીકરીના પરિવારને ફોન કરી આ સંગઠન તોડ કરી પતાવટ કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેથી સંગઠનના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો અને આવા તત્વોને નસિયત કરવા માટે આજે ગોપાલ સેના સંગઠનના આગેવાનો અને કાર્યકરો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને આવેદનપત્ર આપી સંગઠનને ખોટી રીતે બદનામ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.