હિંમતનગર ના સવગઢ માં રહેતી મુસ્લિમ સગીરા તારીખ 19/10/22 એ સવારે ટ્યૂશન અને સ્કૂલ ગયા પછી પરત ફરી ના હતી, ત્યારબાદ તેના માઁ બાપે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સાબરડેરી પાસે આવેલ જેઠીપુરા નો વિધર્મી યુવાન તેને ફોસલાવી ને લઇ ગયેલ છે, જેની નામજોગ ફરિયાદ તારીખ 20/10/22 એ 12: 05 એ નોંધવામાં આવી હતી, છોકરી 16 વર્ષ 7 મહિના અને 8 દિવસ ની સગીર હોવાથી કલમ 363,366 પ્રમાણે દફતરે ગુનો દાખલ થયેલ હતો, 20 તારીખે મોડી રાત્રે ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં સી પી આઈ, જ્યોત્સ્નાબેન જી. ઓડ કે જેઓ 18 વર્ષ થી નાના બાળકોની તપાશ નું કામ સંભાળે છે, તેમને પોલીસ ની ટીમો બનાવી ચારે દિશામાં શોધખોળ ચાલુ કરી દીધી હતી પરંતુ 22/10 સુધી કોઈ ભાળ ના મળતા છોકરી ના વાલી એ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં કલમ 97 મુજબ સર્ચ વોરંટ માટે પીટીશન દાખલ કરી હતી જેની સુનાવણી વેકેશન હોવાથી 1/11/22 એ રાખવામાં આવી હતી, બીજી બાજુ પોલીસ દિવસ રાત એક કરી શોધખોળ અને પૂછતાછ ચાલુ રાખી હતી પરિણામ સ્વરૂપ આજ રોજ 28/10/22 એ વડોદરા બસ સ્ટેશન માં થી શોધખોળ દરમિયાન બંને ઝડપાઈ ગયા હતા, ત્યાર બાદ છોકરી ને હિંમતનગર સિવિલમાં મેડિકલ તપાસ માટે મોકલી દીધેલ છે અને છોકરા ને કસ્ટડી માં લઇ વધુ તપાસ ચાલુ રાખેલ છે, પોલીસ ના સખત પરિશ્રમ બાદ શોધી લાવેલ છોકરી ની ભાળ મળવાના સમાચાર વાયુ વેગે ફેલાતા ટોક ઓફ ઘી ટાઉન બનેલ કેસમાં લોકો એ રાહત નો સાંસ લીધો હતો, છોકરી ને શોધી લાવવાનું શ્રેય એ ડિવિઝન પોલીસ, એલ સી બી તેમજ પી.આઈ. ઓડ મેડમ ને જાય છે.
રિપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર.