મહિસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલીયાવાડી અને બેદરકારી સામે લાલ આંખ કરતા જિલ્લા ખળભળાટ મચી ગયો છે.આ કામગીરી માટે ચુનંદા કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઇઝ તપાસણી કરવામાં આવી હતી. જેમાં પીએચસી પર સ્ટાફ બેદરકાર દેખાયો હતો જેમાં ડોક્ટર થી લઈ વર્ગ ૪ ના કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જીલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓ ફરજ પર હાજર ન મળતાં હડકંપ મચી જવા પામ્યો હતો તાલુકાના ડેભારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના ફરજ બજાવતાં કર્મચારીઓ સહિત આરોગ્ય કેન્દ્રમાં જોવા મળતી વિસંગતતાઓ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અવર નવર મળેલી ફરિયાદોના આધારે ડેભારી ગામના આરોગ્ય કેન્દ્રમા થોડા દિવસ અગાઉ આરોગ્ય ટીમ દ્રારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી આ આકસ્મિક તપાસણી કામગીરી દરમિયાન ડેભારી આરોગ્ય કેન્દ્ર પર મળેલી વિસંગતતાઓ અને બિનઅધિકૃત રીતે ગેરહાજર જણાયેલા ૧ મેડીકલ ઓફિસર્સ, ૧ લેબોરેટરી ટેકનીશ્યન,૧ ફાર્માસિસ્ટને, ૧ FHS,૧ કો ઓપોરેટ,૨ MPHW,૧ CHO,તાત્કાલિક અસરથી તેઓ જે સ્થળે ફરજો બજાવે છે ત્યાંથી તેઓને અન્ય સ્થળે બદલીનો હુકમો કરવા આવતા આરોગ્ય કર્મચારીઓના આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે...
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કયા કર્મચારીઓની ક્યાં બદલી કરવામાં આવી...
નામ. હોદ્દો. બદલી સ્થળ
જીગ્નેશ ભગોરા, મેડિકલ ઓફિસર, ઉંબેર
કાજલ પરમાર, એલટી, પાંડવા
વસીમ પટેલ, ફાર્માસીટ, મધવાસ
મંજુલા ડામોર, FHS, પાંડરવાડા
વર્ષા માલીવાડ, કો,ઓપરેટર , મલેકપુર
રજાક શેખ MPHW , સરસવા
નયન બારોટ MPHW ખાનપુર
પાયલ ડીંડોર. CHO ખેડાપા...