અમરેલીના બરવાળા બાવળ ગામમાં મૂંગા, અબોલ, પશુઓ નાં પીવાના પાણીના અવેડામાં યુરિયા ખાતર નાખી દેવાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. પોલીસે ઘટનાસ્થળ પર બરવાળા ગામે પહોંચી.વધુ તપાસ હાથ ધરી, વડીયા તાલુકા ના બરવાળા બાવળ ગામની ધટના, પશુઓનાં પાણી પીવાનાં અવાડા માં અસામાજીક તત્વો દ્વારા ગામના પશુઓને મોતને ઘાટ ઉતારવા યુરિયાનું પાણી નાખી દેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે . અહી ખેડૂત પોતાના પશુઓ ને પાણી પીવા માટે લાવતા ખેડુત ને અવેડા નાં પાણીમાં યુરિયા ખાતર ભેળવ્યા નું ધ્યાને આવતા ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો એકઠા થયા હતા. આ અવેડાં ની બાજુમાં ગૌશાળા આવેલી છે. . જ્યાં ગૌશાળાની ગાયો, તેમજ બરવાળા બાવળ ગામનાં પશુપાલકો નાં ગાયો, ભેશો, સહિતનાં પશુઓને અહીં પાણી પીવડાવવા માટે લાવવામાં આવે છે. અને પશુઓ અહીં પાણી પીવે છે.જેથી પશુઓને મોતને ઘાટ ઉતારવા માટે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ષડયંત્ર રચાયું હોવાનુ ગ્રામજનોમા લોક મુખે આ વાત ચર્ચાઈ રહી છે . આવી દયાહીન ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, આવા કૃત્યો સર્જનારા અસામાંજીક તત્વો સામે ગામમાં મોટી નારાજગી વ્યાપી ગઈ છે, આ વાતની વડીયા પોલીસને જાણ કરાતા વડીયા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવને લઈ વડીયા પોલીસે ખાનગી રાહે ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરૂ કરી છે . ગ્રામજનોએ આ યુરિયા નું પાણી નાખનારા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવા માટે ની માંગ ઉઠાવી છે . અને બરવાળા બાવળ ગામનાં પશુપાલક રાજાભાઈ ગઢવીએ આ કૃત્ય અંગેજણાવતા કહ્યું છે કે પશુ માટે પાણી ભરેલો અવેડા માં કોઈ યુરિયા ખાતર નાખી ગયું છે અને અમારા માલ મરી જશે તો જવાબદારી કોની ? તાત્કાલિક આની તપાસ કરી કાર્યવાહી કરી ધરપકડ કરવા માંગ ઉઠાવી છે.
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.