આમ તો સરકારી કોઈપણ તંત્ર ની વાત આવે ત્યારે લોકો સાથે વ્યવ્હાર યોગ્ય થતો નથી એ જગજાહેર છે કારણકે આપડે ત્યાં સરકારી કર્મચારીને માનવતાના પાઠ ભણાવાતા નથી અહીં એક હર્ષદપરમારની વાત નથી મોટાભાગના સરકારી વિભાગોના કર્મચારીઓ પોતાની પેઢી સમજી ફરજ બજાવે છે આ આખે દેખાતી વાસ્તવિકતા છે સિહોર સરકારી હોસ્પિટલના કેશબારી વિભાગમાં ફરજ બજાવતા કર્મી હર્ષદ પરમાર કે જેમને પોતાની ફરજનું ભાન ન હોઈ તે રીતે દર્દીઓ સાથે વ્યવહાર કરતો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને કર્મચારી હર્ષદ પરમાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે આમતો સિહોરની સરકારી હોસ્પિટલ સ્ટાફ માનવતા રૂપ છે. જેના અનેક દાખલાઓ આપી શકાય છે. અહીંની તબીબી સેવાથી લઈ સ્ટાફની કામગીરી બાબતે કોઈ શંકા નથી પરંતુ એકાદ કર્મના લીધે તમામને સહન કરવાનો વારો આવતો હોય છે અહીં પણ એવું જ થયું છે હોસ્પિટલ કેશબારીમાં ફરજ બજાવતા હર્ષદ પરમારે દર્દીઓ સાથે ગેરવર્તન કર્યું છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના જીતુ ઉપાધ્યાયે તો ત્યાં સુધી કહ્યુંકર્મચારી રોફ અને પાવર સાથે કહે છે કે તમે મને કંઈ નહીં કરી શકો માત્ર બદલી થશે જીતુ ઉપાધ્યાયે સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરી છે રજુઆત કરી છે અહીં સવાલ એ છે કે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે નથી ? કેશબારી કર્મી દર્દીઓ સાથે કેમ કરે છે ગેરવર્તન ? કર્મી શુ હોસ્પિટલના માલિક છે ? દર્દી સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજણ નથી ? સુપ્રિટેન્ડેન્ટ કર્મી સામે એક્શન લેશે ? સમગ્ર મામલે જોવાનું રહ્યુ