કેમેરાએ દિવાળી સુધારી !: વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા
મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતો યુવાન વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કામ હોવાથી ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ જિનપરા જકાતનાકા પાસે આવેલ પાનની દુકાન પાસે પડી ગયા હતા જોકે, પાનની દુકાને મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તે ઘટના કેદ થયેલ હોવાથી જે પોલીસ કર્મચારીને આ રોકડા રૂપિયા મળ્યા હતા તેના દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા બાદ મૂળ માલિકને તેના ૬૦૦૦ રૂપિયા પરત આપવામાં આવ્યા હ
સામાન્ય રીતે કોઈ જગ્યાએ પાકીટ ખોવાયું હોય તો તેમાં રાખવામા આવેલ ડૉક્યુમેન્ટ આધારે અને મોબાઈલ ખોવાયો હોય તો તેમાં રહેતા નંબરોના આધારે મૂળ માલિક સુધી પહોંચી શકાય છે પરંતુ રોકડા રૂપિયા રસ્તા પર પડી ગયા હોય અને તો પણ તે મૂળ માલિકને શોધીને પરત આપવામાં આવે તો. વાત સાંભળીને આચાર્યજનક લાગે પરંતુ મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા ભાવેશભાઈ જયંતીભાઈ કુકડીયા જાતે પટેલ (ઉંમર ૪૧) સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરી રહ્યા છે દરમિયાન તે વાંકાનેર તાલુકાના જાલીડા ગામ બાજુ કામ હોવાથી ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાન નામની દુકાને ચા પીવા માટે ઉભા હતા દરમિયાન કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ પડી ગયા હતા જે વાંકાનેરમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસને મળ્યા હોય તેણે દુકાનદારને કહ્યું હતું કે “કોઈપણ વ્યક્તિના રૂપિયા પડી ગયા હોય અને તમારી પાસે જાણ કરવા માટે આવે તો મારી પાસે મોકલજો અને દરમિયાન ભાવેશભાઈ તેના રૂપિયા પડી ગયા હોવા અંગેની જાણ દુકાને કરવા માટે ગયા હતા આમ મૂળ માલિકને શોધીને તેના રોકડા રૂપિયા ૬૦૦૦ વાંકાનેરના પીએસઓ મુકેશભાઈ વાસાણીની હાજરીમાં લોકરક્ષકભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા પરત આપવામાં આવેલ છેતા