ભારતીય જનતા પાર્ટી ગૌરવ યાત્રા સુરતના ઓલપાડ વિસ્તારમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે જે આજરોજ ઓલપાડ ટાઉનમાં ગૌરવ યાત્રા આવી પહોંચી હતી જ્યા  વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય આતાશબાજી સાથે યાત્રાનું ભવ્યાતિભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું

વિગત મુજબઓલપાડ ખાતે સ્વાગત સ્થળ પર ઉમટેલી માનવમેદની ને પ્રદેશના આદરણીય મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલાએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રભક્તિ ના સૂત્રો નો જયઘોષ કરાવ્યો હતો. આજની યાત્રામાં જોડાયેલા ઉત્તરપ્રદેશ ની લખીમપુર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અજય મિશ્રા જીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે ફકત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં એક મોડેલ સ્ટેટ તરીકે સ્થાપિત  થયું છે અને તેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ને જાય છે. ગુજરાતમાં ૨૫ વર્ષ કરતા વધુ વર્ષોથી ભાજપને પ્રજાનું જન સમર્થન પ્રાપ્ત છે. ત્યારે આગામી ચુંટણીમાં ગુજરાત માં કમળને ફરીથી ખીલવવવાની જવાબદારી આપ સૌની છે. વધુમાં વધુ મતદાન ભાજપના સમર્થનમાં કરીને આપણે પીએમ મોદીના હાથ વધુ મજબૂત કરવાના છે. આ પ્રસંગે કૃષિ ઉર્જા મંત્રી મુકેશ ભાઈ પટેલે ઓલપાડ ખાતે યાત્રાના ભવ્ય સ્વાગત બદલ સૌનો આભાર માન્યો હતો. વિશ્વાસની પાર્ટી , ભરોસાની પાર્ટી ગણાવી હતી જ્યારે મુકેશ પટેલે કહ્યું હતું કે ઉનાઈથી ગુજરાત ગૌરવ યાત્રા નીકળી છે અને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે અને આજે ઓલપાડ ખાતે આવી પહોંચી હતી. આ પ્રસંગે સુરત જિલ્લાના પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઇ , મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, તાલુકા પ્રમખ બ્રિજેશ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા