ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ સ્વરૂપમાં કરવામાં આવેલ અરજીની બારોબાર પતાવટ કરી દેવા માટે 8000 રૂપિયાની લાંચના નાણાંની માંગણી કરનાર જી.આર.ડી જવાન રાજેશ રમેશભાઈ બારીયા ને પંચમહાલ એ.સી.બી ની ટીમે પાવાગઢના વડા તળાવ પાસેથી રંગે હાથ ઝડપી પાડતા પોલીસ તંત્રમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. એટલા માટે કે રાજગઢ પોલીસ સ્ટેશનમાંથી ફરજનું સ્થળ છોડીને લાંચના નાણાં લેવા માટે છેક પાવાગઢના વડા તળાવ ખાતે હરખભેર આવેલા જી.આર.ડી જવાન રાજેશ બારીયાને રંગે હાથ ઝડપી પાડવા માટે પંચમહાલ એ.સી.બી ના મહિલા પી આઇ.આર.બી.પ્રજાપતિ અને તેઓની ટીમ સહેલાણીઓ બનીને ગોઠવાઈને આ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજગઢ પોલીસ મથકમાં એક ફરિયાદ સ્વરૂપમાં તપાસ ની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી.આ અરજી માં જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી .આ ઈસમ પાસેથી રાજગઢ પોલીસ સ્ટેશનના જી.આર.ડી જવાન રાજેશ બારીયાએ અરજીના બારોબાર પતાવટ માટે 8000 રૂપિયાના નાણાંની માંગણી કરતા આ સોદો અંતે ગોધરા સ્થિત એ.સી.બી કચેરીમાં ફરિયાદમાં ફેરવાયો હતો આ ઘટના થી બેખબર એવા જી.આર.ડી જવાન રાજેશ બારીયા એ ફરિયાદી પાસેથી 8,000 રૂ! ની લાંચ ના નાણાં લેવા માટે પાવાગઢના વડા તળાવ સ્થળને પસંદ કર્યુ હતું અને ફરિયાદી પાસેથી હરખભેર લાંચ ના નાણાં સ્વીકારતા વેંત સહેલાણીઓ બનેલ સતર્ક એવા પંચમહાલ એ.સી.બી ના મહિલા પી.આઈ. આર.બી.પ્રજાપતિ ની ટીમે લાંચિયા જી.આર.ડી જવાન રાજેશ બારીયા ને દબોચી લેતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે..
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं