ગોધરા શહેરના પોલન બજારમાં સર્કલ ઉપર ૭૬માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આજે દેશભરમાં ૭૬માં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ૧૫મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વની ઉજવણી ગોધરા શહેરના પોલન બજાર વિસ્તારમાં પણ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્ય મહેમાન મુફ્તી અમીન કલા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આજે ૧૫મી ઓગસ્ટના ૭૬માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા શહેરના કેસરી સર્કલ ઉપર મુફ્તી અમીન કલા ના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી. અને આ ધ્વજવંદન કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી.