ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો... આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત મતદારો મતદાન પ્રક્રિયાથી માહિતગાર થાય અને વધુમાં વધુ મતદાન કરવામાં જોડાય તેવા આશયથી એસ.ડી.એમ . ડીસા ,શ્રીમતિ નેહાબેન એચ.પંચાલ , મામલતદાર ગ્રામ્ય શ્રી.કે.એચ.તરાલ અને મામલતદાર ( શહેર) શ્રી.એસ.ડી.બોડાણા ના માર્ગદર્શન હેઠળ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા ખાતે કોલેજીયન યુવાન યુવતીઓ ને માર્ગદર્શન આપવાના હેતુસર ઇવીએમ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો ..જેમાં મતદારોને ઇ.વી.એમ. , vvpet અને બેલેટ યુનિટ વિશે સમજ આપવામાં આવી.. તેમની પાસે મતદાન કરાવી , તે આપેલ મત બરાબર છે કે કેમ તે vvpet મશીનમાં ચેક કરાવ્યું હતું.. કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ સાધુ, શ્રી પ્રકાશભાઈ સોલંકી( રસાણા) શ્રી અશ્વિનભાઈ પરમાર( જમનાબાઈ) અને શ્રી દિનેશભાઈ શ્રીમાળી (વડલી ફાર્મ) જેઓ ઉપસ્થિત રહી પ્રક્રિયાની સમજ આપી હતી..
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા