આણંદ ખ્રિસ્તી એકતા સમાજ દ્વારા મણિપુરમાં થયેલ હિંસામાં ભોગ બનેલ પીડિતોને ન્યાય મળે અને શાંતિ જળવાય તે હેતુથી વિશાળ મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

મણિપુરમાં થયેલ હિંસામાં ભોગ બનેલ પીડિતોને ન્યાય મળે અને શાંતિ જળવાય ભાઈચારાનું સર્જન થાય અને મણિપુરની પ્રજાને ટેકો મળે અને આશ્વાસન મળે તે હેતુથી ખ્રિસ્તી એકતા સમાજ આણંદ દ્વારા એક વિશાળ મૌન શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં લગભગ ત્રણ હજાર લોકોએ સ્વયં શિસ્ત અને મૌનપાડી સી.એન.આઈ. ચર્ચ, જૂના બસ સ્ટેન્ડથી અમૂલ ડેરી ચોકડી સુધી વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે ભાગ લીધો હતો અને સમાજના ધર્મગુરુઓ તેમજ સમસ્ત સન્યસ્તગણે કલેકટર ઓફિસ પહોંચી આ બાબતનું આવેદનપત્ર આણંદ જિલ્લાના કલેકટરને સુપ્રત કર્યું હતું.