એન્કર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ પાંચ સ્થળો પરથી ગૌરવ યાત્રા કાઢવામાં આવી. જેમાં ઝાંઝરકા ખાતેથી પ્રસ્થાન કરાવેલ ગૌરવ યાત્રા બોટાદ જિલ્લાના નાગનેશ ગામ ખાતેથી પ્રવેશ કરી અલગ અલગ જગ્યા પર ગૌરવ યાત્રાના કરાયા સ્વાગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ મેઘવાલજી, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા પ્રદેશ અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા તેમજ ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા યાત્રામાં રહ્યા હતા સાથે.

વિઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન સાથે મતદારો સુધી પહોંચવાના પ્રયત્નો થતા હોય છે ત્યારે હાલ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રો સાથે રાજ્યના અલગ અલગ સ્થળ પરથી કુલ પાંચ જગ્યાઓ પરથી ગૌરવ યાત્રા નું પ્રસ્થાન કરાવેલ જેમાં ઝાંઝરકા ખાતેથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા લીલી ચંડી આપી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવેલ.

ઝાંઝરકા ખાતેથી અમિત શાહના હસ્તે પ્રસ્થાન કરાવેલ ગૌરવ યાત્રા બોટાદ જિલ્લાના નાગનેશ ગામ ખાતેથી પ્રવેશ કરેલ ત્યારે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો જોડાયા હતા નાગનેશ ખાતેથી બોટાદ જિલ્લામાં પ્રવેશ કરેલ યાત્રાનું રાણપુર ,ઉમરાળા ,બોડી ,પાળીયાદ ,તરઘરા તેમજ બોટાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલ ગૌરવ યાત્રા બોટાદ જિલ્લા માં બે દિવસ ફરશે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયા,કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ મેઘવાલજી,કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, પ્રદેશ આગેવાન ગોરધન ઝડફિયા,સહિત ના આગેવાનો રહ્યા યાત્રા માં હાજર. યાત્રા નું અલગ અલગ જગ્યા પર કરાયું ભવ્ય સ્વાગત મોટી સંખ્યા માં યાત્રા ના સ્વાગત પોઈન્ટ પર લોકો એકત્રિત થયા હતા.