ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સમસ્ત ખરક સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગર સર ટી હોસ્પિટલના સહયોગથી તારીખ ૧૧,૧૨,૨૦૨૨ રવિવાર સવારે ૯:૦૦ થી સાંજના ૩:૦૦ સુધી સમસ્ત ખરક જ્ઞાતિની વાડી,વાવ ચોક તળાજા આયોજન કરવામાં આવ્યું હતું

                  જેમાં ઉપસ્થિત થયેલ મહાનુભવોમાં તળાજા ભીડભંજન મંદિરના મહંત ભારદ્વાજ બાપુ,સમસ્ત ખરક સમાજ પ્રમુખ ભરતભાઇ ઠંઠ તેમજ વિશેષ મહાનુભવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય બાદ રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

               જે આ કેમ્પનો ઉદ્દેશ નહી જાતી,નહી વાત,ફક્ત માનવ સેવાના હેતુથી સતત ૧૧ વર્ષથી અવિરતપણે મહારક્તદાન કરતો ખરક સમાજનો આજે ૧૨ મી વખત મેગા રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું જે રક્તદાન કેમ્પમાં ૧૮૨ બોટલનું દાન કર્યું હતું અને રક્તદાતા ને યાદી સ્વરૂપે એક ગિફ્ટ પણ આપવામાં આવી હતી