ઊંઝામાંથી ધમા મિલનની ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પેથાપુર વિસ્તારમાં એક વર્ષ અગાઉ જુગાર રમવા બાબતે તેની સાામે ગુન્હો દાખલ થયો હતો. આજે શુક્રવારે ઊંઝા બજારમાં આવેલ ધર્મેન્દ્ર પટેલની ઓફિસેથી તેની ધરપકડ થતા ઊંઝાનું રાજકારણમાં ફરી એકવાર ગરમાયું છે.

જુના પાસા કેસમાં ધમા મિલનની ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ થઈ છે. જે આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આંટા કડવા પાટીદાર સમાજ ઊંઝાના સૌથી મોટા સમાજની ધર્મેન્દ્ર પટેલ યુવા પ્રમુખ તરીકે હાલમાં સેવા કરી રહ્યા છે. જેથી ધમા મિલન આંટા સમાજનો હોઈ ક્યાંકને ક્યાંક સમાજમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભામાં તર્કવિતર્ક સર્જાયા છે, ઊંઝા વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે. ટૂંક જ સમયમાં ધર્મન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલન સામાજિક મિટિંગ પણ કરવાના હતા.