સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.જ્યારે ગુરૂવારે જિલ્લામાં 62 કેન્દ્રો પર 26,455 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 34,39,083 લોકોનુ રસીકરણ થયુ હતુ. જેમાં પ્રથમ 14,81,098 અને 15,95,447 લોકોએ બીજો ડોઝ અને 3,62,538 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,48,662 પુરૂષો અને 14,27,339 મહિલાઓનો સમાવેશ થાય છે