રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.