દસાડા વિધાનસભા ના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે જય લક્ષ્મીરીયા દાદા મંદિર ખાતે બ્લોક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

દસાડા વિધાનસભામાં આવતા લીંબડી તાલુકાના 17 ગામના ભાજપના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તથા સંગઠનના સૌ આગેવાનોનો  મેળાવડો લક્ષ્મીસર ગામે લક્ષ્મીરીયા દાદાના પટાંગણમાં યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ માન. જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં દાદાના મંદિરે બ્લોક લોકાર્પણનો કાર્યક્રમ થયો.

જેમાં શ્રી પુનમભાઈ મકવાણા  પૂર્વ સંસદીય સચિવ, લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૃષ્ણપાલ સિંહ રાણા, ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ વડેખણીયા, જિલ્લા પંચાયત પ્રમુખના પતિ હિંમતભાઇ પાંચાણી, લીંબડી મંડલના મહામંત્રી શ્રી ગોવિંદભાઇ લકુમ, જિલ્લા પંચાયતના સભ્યો શ્રી રમેશભાઈ સોયા તથા શ્રી લાલાભાઇ, A.P.M.C. લીંબડીના ચેરમેન શ્રી લખમણભાઇ પરાલીયા, લઘુમતી સમાજના આગેવાનો શ્રી અકબરભાઈ સંઘરીયાત તથા યુસુફભાઇ વારૈયા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ખેંગારભાઈ બોરાણા સહીત વિવિધ ગામના સરપંચશ્રીઓ તથા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.