રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયામાં લો પ્રેશર સર્જાતા આગામી 24 કલાકમાં ગુજરાતમાં તા. 23થી 27 જુલાઇ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી થતા

કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

 

હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગાંધીનગર,અરવલ્લી,સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.