દિવાળી ના તહેવારો માં પ્રજાપતિ સમાજ ની કમર તોડી નાંખતુ ચાઇનીઝ બજાર છતાં માટી કલાકારો મક્કમ .......

 

દિવાળી ના તહેવારો ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લીલછા ગામ એટલે માટી કલાનાં રત્ન કલાકારો નું ગામ છે માટીના કોડીયા બનાવી ઘરે ઘરે અજવાળું પ્રગટાવવાનું કામ પ્રજાપતિ સમાજ કરી રહ્યો છે આજે બજારોમાં ચાઈનીઝ દિવાઓનુ અને લાઈટો નું ચલણ વધી રહ્યું છે ત્યારે માટીકલા નો વ્યવસાય ભાગી પડવાને આરે છે તેમ છતાં માટીકામ સાથે સંકળાયેલો છે.

લીલછા ગામ નો પ્રજાપતિ સમાજ વષૉ જુની પરંપરાઓને જાળવી રાખવા પ્રયત્ન કરી રહ્યો છે

આ બાબતે વાત કરતાં લીલછા ગામ નાં યુવા અગ્રણી ડૉ.હિતેષ પ્રજાપતિ અને યોગેશ પ્રજાપતિ એ જણાવ્યું કે પ્રજાપતિ સમાજ ની જીવાદોરી સમાન વ્યવસાય ની ચાઈનીઝ લાઈટો અને દિવાઓ એ પ્રજાપતિ સમાજ ની કમર તોડી નાખી છે છતાં

માટી કલાકારો પાસે થી વધુ ને વધુ કોડીયાઓ લોકો ખરીદે તેવી અપીલ કરી માટી કલાનાં વારસા ને લુપ્ત થતો અટકાવી જીવંત રાખવા નાં પ્રયાસો કરી રહ્યા છીએ...

રિપોર્ટર હિરેન પ્રજાપતિ સાથે હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા અરવલ્લી