મહેસાણા : ભાજપની (BJP) ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે.
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાદ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે. બહુચરાજી માતાના મઢથી ગૌરવ યાત્રાની શરુઆત કરાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર રહ્યા હતા. બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડીએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
કોંગ્રેસે વર્ષો સુધી ભાઈને ભાઈ અને વિસ્તારને વિસ્તારો સાથે લડાવ્યા- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા
વિકાસની યાત્રામાં અડચણ નાખનારી કોંગ્રેસ આજે પોતે અટકી, લટકી અને ભટકી રહી છે.- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા