ઓન લાઈન ગેમ માં દેવું થતાં નાસીપાસ થયેલ મહિલા અને દીકરા ને અભયમ પાદરાની મદદ-માર્ગદર્શન
ઓન લાઈન ગેમ અને લોન થી બરબાદ થતાં યુવકો ના અનેક કિસ્સાઓ સમાજ ને લાલબતી સમાન છે આવોજ એક કિસ્સો ગત રોજ એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી પોતાની વ્યથા રજૂ કરેલ કે દીકરો ફેકટરી માં નોકરી કરે છે પરંતુ પગાર આપતો નથી અને પગાર વપરાય જાય પછી ઘરે આવે છે આ મોઘવારી માં ગુજરાન કઇ રીતે ચલાવવું તે ખુબ જ મૂશ્કેલ છે.અભયમ પાદરા ટીમે સ્થળ પર પહોચી યુવાન સાથે અસરકારક કાઉન્સિલગ કરતા જાણવા મળેલ કે ઓન લાઈન ગેમ માં હારી જતાં લોન લીધેલ જેનાં વ્યાજ સાથે નો હપ્તો ભરવાનો હોય પગાર માંથી કઇ બચતું નથી. કરકસર અને બીજું ઍક્ટ્રા કામ કરી આવક ઊભી કરવાં અને અડધી રકમ ઘર નિર્વાહ માટે આપવા સંમત કર્યા હતાં.મળતી માહિતી મુજબ મધ્યમ વર્ગી યુવાન ઓન લાઈન માં ગેમ હારી જતા ઉચા વ્યાજે દોઢ લાખ રૂપિયા લોન લીધેલ જે ભરપાઈ કરવાંનુ ઓછા પગાર માં મૂશ્કેલ હતું. પિતા સિક્યોરીટી માં નોકરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા હતાં થોડા મહિના પહેલા એક્સિડન્ટ માં ફેક્ચર થતા નોકરી એ જઇ સકતા ના હોય દિકરા પર આધાર રાખવો પડતો હતો.અભયમ દ્વારા અસરકારક રીતે માર્ગદર્શન આપેલ પરંતુ આ ચક્ર વ્યૂહ માંથી બહાર નીકળવા વધુ કામ કરી આવક મેળવી શકાય તેમજ થોડી કરકસર પણ કરવી. ઘર માંથી બહાર નીકળી જવુ યોગ્ય નથી.હિંમત હાર્યા સિવાય મુશ્કેલી માંથી બહાર નીકળવા વધુ પરિશ્રમ કરવાની આવશ્યકતા જણાવી હતી. યુવક ને પોતાની ભૂલ સમજાઇ હતી. આમ પારિવારિક સમસ્યા ના હલ ની દિશા માં અભયમ દ્વારા પ્રયત્ન કરવામા આવ્યો હતો.