સિહોરના બસ્ટેન્ડ ઢાળમાં રહેતા અને દારૂના કેસમાં ફરાર ચિરાગ ભાટિયાને ભાવનગર એલસીબી પોલીસે અમદાવાદ થી ઉઠાવી લઈને આગળની કાર્યવાહી માટે સિહોર પોલીસને સોંપી દીધો છે. 24 કે 25 જૂન આસપાસ સિહોર ખાખરીયાના પાટીયા પાસેથી પોલીસને પિયાગો રીક્ષા પર શંકા પડતા અટકાવી તલાશી લેતા જેમાંથી ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવતા પોલીસે ઇમરાન ઉર્ફે લાલાને ઝડપી લઈ રિક્ષા વિદેશી દારૂ મળી કુલ રૂ.૧,૦૩,૮૫૦ ના મુદ્દામાલ સાથે ઘરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જેતે સમયે ચિરાગ ભાટીયા રહે.બસ સ્ટેન્ડનો ઢાળ સિહોર ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે અત્યાર સુધી ફરાર રહેલ ચિરાગ આખરે પોલીસના સંકજામાં સપડાઈ ગયો છે આજરોજ એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે દારૂ કેસમાં ફરાર ચિરાગને અમદાવાદના કાફેમાં સિક્ય્રિટીની નોકરીમાં હતો ત્યાંથી પોલીસે ઉઠાવી લઈને આગળની કાર્યવાહી માટે સિંહોર પોલીસને સોપી દીધો છે અને સમગ્ર કામગીરીમાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્સિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, હરિચંદ્રસિંહ ગોહિલ, મહેશભાઇ કુવાડિયા જોડાયા હતા
ચિરાગ અમદાવાદના કાફેમાં સિંક્યુરિટીની નોકરીમાં હતો ત્યાંથી પોલીસે ઉઠાવી લીધો :