નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત  શ્રી શારદા વિધામંદિર હાઇસ્કુલ સીમર  ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, તેમજ નશાબંધી વિષય વકૃત્વસ્પર્ધા,  તેમજ નિબંધ સ્પર્ધા તેમજ દારૂના દૈત્યનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત શારદા વિધામંદિર હાઇસ્કુલ સીમરના પ્રિન્સીપાલ ધવલ ખુંટી સાહેબે નશાબંધી ખાતા પરિચય આપી, નશાબંધી શા માટે અર્નીવાર્ય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી, મહેમાનોનો પરિચય કરાવી શબ્દોથી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો, તેમજ સ્કુલના ટ્રસ્ટી  વિરમભાઇ કારાવદરાએ નશાબંધી સપ્તાહ પુર્ણાહૂણિ નિર્મિત્તે શુભેચ્છા સંદેશ મોકલ્યો ત્યારબાદ શાળાના વિધાર્થીઓએ ’’નશો નાશનું મુળ છે’’ ’’નશો બરબાદી નોતરી’’ જેવા વિષય ઉપર વક્રૃત્વ અને નિબંધ સ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કરીયા હતા. 


ત્યારબાદ નશાબંધી ખાતાના અધીક્ષક  પી.આર ગોહિલસાહેબે જણાવ્યુ કે, નશાબંધી ખાતું પોરબંદરના સીમાડાના છેલ્લા ગામ સુધી નશાબંધી પ્રચારના કાર્યક્રમો કરવામાં આવે છે. નશાબંધી સપ્તાહ ૨૦૨૨ ની પુર્ણાહુતિના કાર્યક્રમ છે પરન્તુ નશાબંધી પ્રસાર-પ્રચારનું(જન જાગૃતિનું) મિશન ચાલુ જ રહેશે. દિકરીઓ કોઇ પણ તહેવાર કે જન્મદિવસ જેવા ઉત્સવમાં કોઇ ગીફ્ટ આપવાનું કહે તો પહેલા પ્રોમિશ કરાવી વ્યશન છોડવા બાબતની ગીફ્ટ માંગજો અને જિદ્ કરી આ ગીફ્ટ લેજો. દિકરી કેવી રીતે પરીવાર,કુટુંબને વ્યશન છોડાવે તેવા ઉદાહરણો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો,વ્યશન કરવાથી નુકસાની વિશે સવિસ્તૃત માહિતી આપી, અગાઉ આ સ્કુલ ખાતે નશાબંધી ખાતાએ જે કાર્યક્રમ કરવામાં આવેલ તે ફોલોપ લીધો હતો અને હવે પછી તમામ વિધાર્થીઓને વ્યશન નહી કરવા તેમજ પરીવાર, પાડોશી,મિત્રો એમ કૂલ ૦૫ જણાને વ્યશન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા લેવવાડી હતી,આવનાર પરિક્ષાઓની શુભેચ્છા પાઠવી હતી,ત્યારબાદ વિધાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે દારૂના દૈત્યનું દહન નશાબંધી અધિક્ષક પ્રભાતસિંહ ગોહિલ તેમજ પ્રિન્સીપાલશ્રી ધવલ ખુંટી અને મહાનુભાવો હસ્તે કરવામાં આવેલ જે સમયે નશાબંધી અધિક્ષકે પી.આર ગોહિલસાહેબે જણાવ્યુ વ્યશનીઓ સમય વિતતા હાલ દારૂના દૈત્યની જેમ આ રીતે અંદરથી સળગે છે.એટલે વ્યશન છોડવામાં જ ફાયદો છે. 


અંતે સમગ્ર કાર્યક્રમમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને નશાબંધી ખાતા દ્રારા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા, સમગ્ર કાર્યકમનું સંચાલન આચાર્ય ધવલ ખુંટી અને તેમની ટીમ દ્રારા ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યુ હતું.

આ નશાબંધી પુર્ણાહુતિ કાર્યક્રમમાં નશાબંધી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલસાહેબ તેમજ સીમર શારદા વિધામંદિરના પ્રિન્સીપાલ ધવલ ખુંટીસાહેબ અને તેમનો તમામ સ્ટાફગત હાજર રહ્યા હતા. અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.


        નશાબંધી સપ્તાહ ૨૦૨૨ દરમ્યાન નશાબંધી ખાતુ,ગુજરાત રાજ્યના નિયામક માન. એમ.એ ગાંધીસાહેબ(આઇ.એ.એસ) તેમજ પોરબંદર જિલ્લાના કલેક્ટર માન. અશોક શર્માસાહેબ (આઇ.એ.એસ) એ બન્ને નું માર્ગદર્શન સતત મળતું રહ્યુ, તેમજ નશાબંધી સપ્તાહ દરમ્યાન પોરબંદર જીલ્લાની તમામ સંસ્થા/એન.જી.ઓ/સરકારી કચેરીઓ કે જેમણે નશાબંધીના કાર્યક્રમો મદદ કરી તે તમામનો તેમજ ખાસ આભાર તમામ પત્રકાર મિત્રોનો કે જેમણે નશાબંધી સપ્તાહ ૨૦૨૨ ની સમગ્ર કાર્યક્રમ સેકડો લોકો સુધી પહોચાડ્યો અને વિશાળ પાયે જન જાગૃતિનું કાર્ય કરેલ તેમજ નામી/અનામી તમામ વ્યક્તિઓનો નશાબંધી ખાતું પોરબંદર દિલ થી આભાર માને છે. વધુમાં જણાવે છે. કે, ફક્ત નશાબંધી સપ્તાહ ૨૦૨૨ નું જ સમાપન કરવામાં આવેલ છે. પરન્તુ નશાબંધી અંતર્ગત વ્યશન મુક્તિ બાબતનું મિશન સતત ચાલુ જ રહેશે તેવુ  પી.આર ગોહિલ- અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું