ડીસા તાલુકાના ચોરા મુકામે તા. 25/03/2023 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને મફત નિદાન કેમ્પ યોજાઈ ગયો. ગ્રામજનો અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. કૈલાશભાઈ ત્રિવેદી (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના બૌદ્ધિક પ્રમુખ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજમાં રાષ્ટ્ર ભાવના જાગે તેના પર ભાર મૂક્યો હતો.
ડો.એમ. એસ. અગ્રવાલ (ધાનેરા સરસ્વતી હોસ્પિટલ) અને તેમની ટીમ દ્વારા દર્દીઓને મફત નિદાન અને દવાઓ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં દર્દીઓએ મેડિકલ તપાસ કરાવી હતી. વિશાલ ભારત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્હાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેન્ક ધાનેરા દ્વારા 47 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતું.
ડીસા બીઆરસી ભરતભાઈ ગુજોર દ્વારા શિક્ષણ વિષય પર લોકોને જાગૃત કર્યા હતા. તેમજ સુમેરસિંહ વાઘેલા (પૂર્વ સરપંચ રામસણ), અજમલ રાનેરા (જિલ્લા પંચાયત સદસ્ય) અને રમેશસિંહ વાઘેલા (રામસણ સરપંચ) તેમજ સી.આર.સી અજીતભાઈ અને માંગીલાલ તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને અને બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો .બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો .વિનુભાઈ પટેલે લાઈવ ઓડિયો દ્વારા ગ્રામજનો તેમજ શાળા પરિવારને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓ દ્વારા સહયોગ આપેલ હતો. તેમ જ ચોરા શાળાના શિક્ષક પરમાર કિશોરકુમાર અને ચોરા ગામના સરપંચ રાણાભાઇ દેસાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન તેમજ આયોજન કરવામાં આવેલ હતું સમસ્ત ગ્રામજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.