આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે. શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો આજે દિવસ છે.

 સર્વેપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની ઉજવણી શિક્ષક દિનના રૂપમાં ઉજવાય છે.

 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને મરણોત્તર ભારત રત્ન એટલે કે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપશે? ડો. રાધાકૃષ્ણને કોઈ વિશેષ ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને સૂચવ્યું હતું કે, તેઓ સમાજમાં તેમના યોગદાનને ઓળખવા માટે દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે અને આજ હેતુથી આજના દિનની ઉજવણીની પરંપરા શરૂ થઈ હતી.

આજે શિક્ષકોનું સન્માન કરવાનો અને કૃતજ્ઞતા દર્શાવવાનો ખાસ દિવસ છે. સમગ્ર ભારતમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ડો. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસની ઉજવણી કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનું સન્માન કરી રહયા છે.