શ્યામ બંગલોઝ ભાગ 2 ડીસા ખાતે શરદપૂર્ણિમા ના ગરબા ની રમઝટ ....
નવલા નોરતા બાદ શરદપૂર્ણિમાની ઉજવણી શ્યામ બંગલોઝ ભાગ 2, ડીસા ખાતે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી કરવામાં આવી. રાતના 2 વાગ્યા સુધી ગરબા રાસની રમઝટ બાદ શ્રી. દુર્ગાદાસ વૈષ્ણવ દ્વારા સૌને સ્વાદિષ્ટ દૂધ પૌંઆ આપવામાં આવ્યા હતા .શ્રી દિનેશભાઈ સૈની દ્વારા લ્હાણી આપવામાં આવી . આ પ્રસંગે કમિટી દ્વારા દાતાશ્રીઓ શ્રી.દુર્ગાદાસ વૈષ્ણવ, શ્રી દિનેશભાઈ સૈની અને ભોજનદાતા શ્રી. કાંતિભાઈ ખાખલેચા (વકીલ)નું) ફૂલહાર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યુ. શ્રી .રાહુલ દુર્ગાદાસ વૈષ્ણવ દ્વારા ઇનામી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું . મોડી રાત સુધી આબાલવૃદ્ધ સૌ એ ઉજવણીમાં ભાગ લીધો હતો..કમિટી દ્વારા આ કાર્યક્રમને સફળતા આપવામાં સહયોગી સૌનો આભાર માનવામાં આવ્યો હતો.