ખંભાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદેમિલાદની શાનદાર ઉજવણી કરાઈ હતી.નગીનાવાડીથી ભવ્ય ઝૂલુસમાં ભારે જનમેદની ઉમટી હતી.ઉજવણી દરમિયાન યુવા કમિટીઓ દ્વારા વિશાળ કેક પણ કાપવામાં આવ્યું હતું.તેમજ અવનવી મીઠાઈઓ નાના બાળકોને વિતરણ કરાઈ હતી.ઝુલુસ ખંભાતના પીઠ બજાર, જૂની મંડાઈ, ચિતારી બજાર, પાંચહાટડી, થઈને પરત ફર્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇદે મિલાદની શાંતિપૂર્ણ પૂર્ણાંહુતિ થઈ હતી.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368
 
  
  
   
  
  
  