અમારું દરિયાપુર શિક્ષિત દરિયાપુર ના નારા હેઠળ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ શિક્ષણનો વ્યાપ વધે તેના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ના 27 વર્ષના શાશનમાં તેમના આગેવાનોને વેપલો કરવા માટે, સેલ્ફ ફાયનાન્સ શાળાઓ ને પ્રાધાન્ય આપવા માટે તમામ સરકારી શાળાઓ, મ્યુન્સિપલ શાળાઓ ને બંધ કરવામાં આવી. સેલ્ફ ફાયનાન્સ શાળાઓના કારણે રાજ્યની અંદર, વિસ્તારની અંદર અસમાનતાઓ ઉભી થઇ રહી છે ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 50 લાખની ગ્રાન્ટ આપીને કાલુપુર પબ્લિક સ્કૂલ અને દરિયાપુર પબ્લિક સ્કૂલ ને ખાનગી શાળાઓને શરમાવે તેવી આધુનિક બનાવી છે. તેમજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વચન આપ્યું છે કે 2022 ની ચૂંટણી ચોક્કસપણે જીતીને શાહપુર અને દૂધેશ્વરની શાળાઓને પણ આધુનિક બનાવશે,