પ્રશંસનીય કામગીરી કરતી અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રીઅશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૩૦૪ / ૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા POCSO Act કલમ -૧૮ મુજબનો ગુન્હો તા.ર ૪ / ૦૩ / ૨૦૨૨ ના રોજ બનવા પામેલ અને તા .૨૯ / ૦૩ / ૨૦૨ રના રોજ રજી . થયેલ તેમજ આ કામનો આરોપી આ કામના ફરી.ની સગીર વયની લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ અને આજદીન સુધી નાસતો ફરતો રહેલ , બાબરા પો.સ્ટે.ના અના . હેડ કોન્સ . કિરણભાઇ તનસુખભાઇ નાઓને સદર આરોપી વડોદરાના આલમગીર ખાતે હોવાની યાક્કસ હકિકત મળતા જે આધારે બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપીને શોધી કાઢી બાબરા પો.સ્ટે.ખાતે લાવી ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : - ( ૧ ) વિજય ઉર્ફે ગોપાલ રતનદાસ ગોંડલીયા ઉ.વ .૩ ર ધંધો હિરાઘસવાનો રહે કરીયાણા નેસડીયા હનુમાનની જગ્યા તા.બાબરા જિ.અમરેલી ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . શ્રી આર.ડી ચૌધરી તેમજ અના , હેડ કોન્સ . કિરણભાઇ તનસુખભાઇ તથા પો . કોન્સ . ગોકુલળભાઇ મખાભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલછે .

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.