ખંભાત વિધાનસભા અને લોકસભા આણંદની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચારના કાર્યક્રમો અંતિમ ચરણમાં પહોંચ્યા છે.ખંભાત વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ પટેલની ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં ભાજપા સમર્પિત સમર્થકો, હોદેદારો, કાઉન્સિલર સહિત યુવા મોરચાના યુવાઓ જોડાયા હતા.
આ અંગે ઉમેદવાર ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખંભાતમાં બાઈક રેલી દરમિયાન 3 હજાર જેટલા બાઈક લઈને ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા છે.ખંભાતની જનતાને અપીલ કરું છું કે, ખંભાત વિધાનસભા બેઠક પર સૌથી વધુમાં વધુ નાગરિકો મતદાન કરો અને કરાવો. આપણે વડાપ્રધાનના હાથ મજબૂત કરવાના છે.દેશ મજબુત કરવાનો છે.રાષ્ટ્રને મજબૂત કરવાનો છે.
ખંભાતના પાણીયારી ખાતેથી ભાજપાના ઉમેદવાર ચિરાગ પટેલની બાઈક રેલીનું પ્રસ્થાન થયું હતું.જે રેલી સરદાર ટાવર, રાણા ચકલા, પાવર હાઉસ, પીઠ બજાર,લાલ દરવાજા, પીરજપૂર, ઝંડાચોક, ચિતારી બજાર, ત્રણ દરવાજા, રબારીવાડ, શકરપુર સહિતના શહેરી વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ફરી હતી.રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
(તસ્વીર : સલમાન પઠાણ - ખંભાત)