પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદથી મોઢેરા પહોંચેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને PM મોદી દ્વારા જાહેરસભાનો સંબોધવામાં આવી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.
PM મોદીએ મોઢેરા સૂર્યમંદિરમાં 3D પ્રોજેક્શન લાઇટ અને સાઉન્ડ શો ખુલ્લો મૂક્યો, સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળી, જુઓ VIDEO
![](https://i.ytimg.com/vi/AQApbMVD4Eo/hqdefault.jpg)