ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુન્હામા છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નાયબ પોલીસ અધીક્ષકની ટીમ 

સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને તથા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત નાઓએ નાસતા- ફરતા/પેરોલ જમ્પ તથા પ્રોહી જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા ધ્રાંગધ્રા ડિવીઝનમાં અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જેથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કોન્સ દશરથભાઇ ઘનશ્યામભાઇ ઘાંઘર નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે જુગારના ગુન્હામા નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ નટુભાઇ કણજરીયા જાતે દલવાડી ઉવ-૩૩ રહે. ધ્રાંગધ્રા હાલે પોતાના ઘર પાસે મેઇન બજારમા બેઠો છે તેવી હકીકત આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝન ધ્રાંગધ્રા નાઓની કચેરીના પો.હેડકોન્સ અજીતસિંહ દેવુભા ડોડીયા, પો.કોન્સ મયુરભાઇ અમથુભાઇ ચાવડા, પો.કોન્સ દશરથભાઇ ઘનશ્યામભાઇ ઘાંઘર એમ વિગેરે સ્ટાફના,માણસો દ્વારા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮