વડોદરા શહેરના ડભોઇ રોડ સોમા તળાવ વિસ્તારમાં યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું

વડોદરા શહેરના ડભોઈ રોડ સોમા તળાવ પાસેથી

પસાર થતી રેલવે લાઇન પર વહેલી સવારે એક યુવાન

ટ્રેન નીચે કપાઇ જતા મોતને ભેટ્યો હતો. આ યુવાનનું

અકસ્માતે મોત નીપજ્યું છે કે, પછી તેને આપઘાત

કરી લીધો છે. તે રહસ્ય છે. રેલવે પોલીસે હાલ

અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ

ધરી છે.