આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે ખુલ્લાંમ ખુલ્લા કહ્યું કે રેવડી તો મળે જ છે પણ ફર્ક એટલોજ છે કે હું જનતામાં વહેંચી દઉં છું અને ભાજપ પોતાના મિત્રોમાં….
ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લોકોમાં રસ જગાવી રહી છે કારણકે હવે આપના સુપ્રીમો કેજરીવાલે જાહેરમાં અને શ્રી સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં જનતાના કામો માટે ગેરન્ટી આપી છે.
જેમાં રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું અને 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડવાની વાત કરીને ભાજપ છાવણીમાં સોપો પાડી દીધો છે.
સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવવા સહિત સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગથી નોકરી નહીં થવા દઈ તેમાં પારદર્શકતા લાવવાની વાત કરી છે.
કેજરીવાલે ભાજપના નેતાઓ ઉપર કટાક્ષ કર્યોકે, હું વીજળી, શિક્ષણ ફ્રીમાં આપું છું તો મફતમાં રેવડી વેચવા આવ્યો તેવું કહે છે પણ હું જનતાને ફ્રીમાં રેવડી વેચું છું જ્યારે ભાજપ તેમના મિત્રોને ફ્રીમાં રેવડી આપે છે.
પેપર લીક મુદ્દે પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે પેપર લીક ના થાય તે માટે આપ દ્વારા ગુજરાતમાં કાયદો બનાવવામાં આવશે. પેપર ના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે. સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે.
આજે હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું. ગુજરાતના દરેક ભાઈ, બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે.