તારાપુર ભીમનાથ મહાદેવ મંદિરે 12 કલાકના અખંડ આનંદ ગરબા ધુનનું 7માં વર્ષે પણ આયોજન કરાયું 

તારાપુર શહેરના ભીમનાથ મહાદેવ આનંદ ગરબા મંડળ અને બ્રહ્મ સમાજ આયોજીત 7માં વર્ષે પણ 12 કલાક અખંડ આનંદ ગરબા ધુન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

જેમાં તારાપુર તેમજ નાર, પેટલાદ, પંડોળી, આણંદ, ગામડી, જલસણ, ઉદેંલ, કુંજરાવ ગામના અલગ અલગ 35 જેટલા મંડળોએ આનંદ ગરબાની સવારે 7 થી સાંજે 7 સુધી રમઝટ બોલાવી હતી અખંડ આનંદ ગરબા ધુનમાં આવેલ તમામ આનંદ ગરબા મંડળોએ માં બહુચરનો આનંદ ગરબો ગાઇ આ વિસ્તારનું ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું. ભીમનાથ મહાદેવ આનંદ ગરબા મંડળ તેમજ બ્રહ્મ સમાજના યુવકો વડીલો દર વર્ષે અખંડ આનંદ ગરબાનું આયોજન કરે છે જેમાં તારાપુર ગામના દાતાઓ યથા શક્તિ તન મન અને ધન થી ખુબ જ સહકાર આપતા હોય છે. અખંડ આનંદ ગરબાના આયોજનમાં સહકાર આપનાર દાતાઓનો અને અખંડ આનંદ ગરબા ધુનમાં ભાગ લેનાર તમામ આનંદ ગરબા મંડળના માઇ ભકતોનો તારાપુર ભીમનાથ મહાદેવ આનંદ ગરબા મંડળ અને બ્રહ્મ સમાજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો