ચુડા તાલુકાના કરમડ ગામે રહેતા લાભુબેન ઉર્ફે બબુબેન મેણીયાના પુત્રને ગામમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને કુટુંબના સભ્યો સાથે બેસી સંપસલાહ કરેલી. ત્યારબાદ બીજા દિવસ લાભુબેન રોજીદા નિયમનુસાર પોતાની વાડીએ પશુ માટે ઘાસ વાઢતા હતા. જે દરમિયાન ટોળાએ પ્રેમ સંબંધનો આક્ષેપ કરી માર મારવા લાગેલા. તેમજ માથાના વાળ પકડી ગડદા પાટુનો માર મારી ઢસડી ઢોર માર મારેલો. જેની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશનને નોધાવતા 16 વ્યક્તિની સામે ગુનો નોધાયેલો હતો.જેમાં જયપાલ નાગજીભાઇ, કાળુ ગટોરભાઇ. જીગ્નેશ જગાભાઈ. ઘનશ્યામ રામભાઈ, ભરતભાઈ ગટાભાઈ, બલદેવભાઈ છેલાભાઈ, અમરતબેન નાનજીભાઈ, આનંદબેન નાનજીભાઈ, કાજલબેન નાનજીભાઈ, મુના ચિકાભાઈ, ગુલાબબેન ગટોરભાઇ, હશુબેન ગટોરભાઇ, મનુબેન ગટોરભાઇ તેમજ અન્યની સહિત 16 લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.