પાલનપુરમાં ચાતુર્માસ દરમ્યાન સામાજીક કાર્યકર્તા પાર્થ શર્મા એ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા.

જેને સદગુરુ મળ્યા નથી,તેનું જીવન સંઘર્ષ છે,અને જેને સદગુરુ મળ્યા છે તેનું જીવન સાર્થક-પાર્થ શર્મા

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે શ્રીમાન પાર્થભાઈ શર્મા પ્રદેશ કારોબારી સદસ્ય ભાજપ યુવામોરચા ગાંધીનગર-ગુજરાત દર્શન વંદન કરવા પધારેલ. મુનિરાજ નયશેખર મ.સા એ પોતાના વાર્તાલાપમાં જણાવ્યુ હતું કે જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે.ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.આ પ્રસંગે પાર્થભાઈ શર્મા એ જણાવેલ કે જેને સદગુરુ મળ્યા નથી,તેનું જીવન સંઘર્ષ છે. જેને સદગુરુ મળ્યા છે,તેનું જીવન સરસ છે.જેને સદગુરુ ફળ્યા છે,તેનું જીવન સાર્થક છે.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર મ.સા એ શ્રીમાન પાર્થભાઈ શર્મા ને આશીર્વાદ આપતા જણાવેલ કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અને માનવતાના મસીહા ગુરુદેવ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને ખૂબ લાબું આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના અને રક્ષાપોટલી બાંધી, વાસક્ષેપ દ્વારા ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપેલ.આ પ્રસંગે શ્રીમાન અમિતભાઈ ટૂકડીયા બેંક ઓફ બરોડા બ્રાંચ મેનેજર-પાલનપુર.શ્રીમાન પાર્થભાઈ શર્મા તો પૂજય ગુરુ ભગવંતો ના અવાર નવાર દર્શન વંદન કરવા માટે પધારે છે અને કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પોતાનો કિંમતી સમય કાઢી ને ખાસ ઉપસ્થિત રહે છે.