શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી અત્યારે ચાલી રહી છે. ભાવનગરના વાઘાવાડી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે ભક્તિભાવ પૂર્વક સામેલ થયાં હતાં. તેમણે આ અવસરે સંતોના આશિર્વાદ મેળવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, સંત એ છે કે જે સદમાર્ગે વાળે છે. સ્વામિનારાયણની સંત પરંપરાએ સમાજ સેવાર્થે અનેક કાર્યો કરીએ સેવાનો એક નવો માર્ગ કંડારી આત્મકલ્યાણ સાથે સમાજ કલ્યાણનો માર્ગ કંડાર્યો છે. વ્યસનમુક્તિ, રક્તદાન અને સ્વચ્છતા અભિયાનમાં આ સંપ્રદાયના સંતોએ અગ્રીમ ભૂમિકા ભજવી છે. તો આ સંપ્રદાયના મહોત્સવોમાં જે શિસ્ત અને અનુશાશનના દર્શન થાય છે તે મેનેજમેન્ટના ખેરખાંઓ પણ ન કરી શકે તેવું અદભૂત વ્યવસ્થાપન તેમણે જગતને શીખવ્યું છે. કલેકટર યોગેશ નિરગુડે અક્ષરવાડીમાં ચાલી રહેલાં નવરાત્રિ ભક્તિ પર્વમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સંતોની સભા બાદ યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આજે તેઓએ સેમી ફાઇનલ ટીમના રાઉન્ડનો ડ્રો જાહેર કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના આમ પણ તેઓ ઓપનિંગ બેટ્સમેન છે. તેઓ એક ઉમદા ખેલાડી પણ છે. તેમજ ભાવનગર ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ પણ રમાઇ રહી છે ત્યારે તેઓ એક ટીમના ખેલાડી રૂપે ઓપનિંગ બેટ્સમેન તરીકે ભાગ લીધો હતો અને એક સારા ક્રિકેટર તરીકે ઉમદા પરફોર્મન્સ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.