ખંભાતના સાયમા ખાતે પતિની હત્યા મામલે પત્ની સહિત પ્રેમીની પણ ધરપકડ કરાઈ છે.પ્રેમી વિક્રમ સોજવણે અને પત્ની રેખાને પતિ સોમાભાઈની હત્યા કરી હોવાથી ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.પ્રેમીની પણ હત્યા મામલે થયેલ પ્લાનિંગની ભૂમિકા સામે આવી છે.આવા કિસ્સાઓને સંદર્ભે જાગૃતજનોએ પણ લંપટીયા ઈસમો જેઓ દીકરી, માં-બહેનોને પ્રેમજાળમાં ફસાવી હવશના શિકાર બનાવે છે.તેઓની સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવાની માંગણી કરી છે.મહિલા સુરક્ષાઓ બાબતે કાયદાઓ હેઠળ કડકમાં કડક હાથે કાર્યવાહી થવી જોઈએ જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય તેવી માંગ પ્રબળ બની છે.